Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાદરમાં જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 11 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોની ધરપકડ

મુજપુર ગામની સિમમાં મહીસાગર નદીની કોતરમા જાહેરમાં જુગાર રમતા 14 જુગાર રમતા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે.

વડોદરા : પાદરમાં જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 11 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોની ધરપકડ
X

વડોદરા સહિત રાજ્યભરમાં વિવિધ અનૈતિક પ્રવૃત્તિઓને ડામવા હંમેશા સ્ટેટ મોનીટરીંગ સેલ કાર્યરત રહે છે. અને આવા ગોરખધંધાઓ રંગેહાથ ઝડપી કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરાના પાદરાના મુજપુરમાં જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી. જેમાં રૂ. 11 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 8 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વડોદરા સહિત રાજ્યમાં દારૂ, જુગાર સહિતની વિવિધ અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવા હંમેશા સ્થાનિક પોલીસ કામગીરી કરતી હોય છે. પરંતુ તેઓથી પણ વધુ અસરકારક રીતે રાજ્યભરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ કામ કરે છે, ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલનો સફળ દરોડો કોઈ પણ પોલીસ મથકની પોલ ખુલ્લી પાડવા માટે પૂરતી છે. તેવામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામની સિમમાં મહીસાગર નદીની કોતરમા જાહેરમાં જુગાર રમતા 14 જુગાર રમતા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાદરાના મુજપુર ગામની સિમમાં મહીસાગર નદીની કોતરમા અને પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાહેરમા જુગાર રમતા ઇસમોને રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી કરી છે. આ ઈસમો પાસેથી SMCએ રૂપિયા 1,20,210 રોકડ જપ્ત કર્યા છે, જ્યારે મોબાઈલ, ફોર વ્હીલર 01 અને ટુ વ્હીલર -08 , પત્તા પાનાં, ચાર્ટ, સિક્કા, પથરાણા, પાણીના જગ અને ટેબલ મળી કુલ 11,01,110 રૂપિયાના મુદ્દામાલ સાથે 14 ઇસમોની ધરપકડ કરી છે, સાથે જ અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

જોકે, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને લઇ સ્થાનિક પોલીસ સામે સવાલો ઉભા થયા છે. આટલા મોટા જુગરધામ જાહેરમાં ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ છે, અને સ્ટેટ મોનીટરીંગ સેલ કાર્યવાહી કરે તે કેટલું યોગ્ય છે. તમામ મુદ્દમાલ અને ઇસમોને પાદરા પોલીસ મથકમાં લાવી જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Next Story