Connect Gujarat
વડોદરા 

સુરેન્દ્રનગર : તસ્કરોએ લીંબડીમાંથી આખેઆખું ATM ઉઠાવ્યું, તો ચોટીલાની 8 દુકાનોમાંથી કર્યો હાથફેરો..!

લીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેવામાં લીંબડી શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ SBI બેંકના ATMમાં થયેલ ચોરીના બનાવથી ચકચાર મચી જવા પામી છે. SBI બેંકના ATMમાંથી રોકડ રકમ ભરેલી પેટીને કાપી અજાણ્યા શખ્શો ઉઠાવી ગયા હતા. બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં અજાણ્યા શખ્શોને ઝડપી પાડવા CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, SBI બેંકના ATMમાંથી મોટી રકમની ચોરી થઈ હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આણંદપુર રોડ પર આવેલ 8 જેટલી દુકાનો પણ તસ્કરોના નિશાને ચઢી હતી. તસ્કરોએ દુકાનના તાળા તોડી રોકડ રકમ તેમજ મુદામાલની ચોરી કરી હતી. જોકે, તસ્કરોની કરતૂત કેટલીક દુકાનોમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ સાથે જ ચોટીલા શહેરમાં તસ્કરોએ એક સાથે 8 જેટલી દુકાનોના તાળાં તોડતા વેપારીઓમાં પણ દહેશત જોવા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સહિત ચોટીલા પંથકમાં વારંવાર થતી ચોરીના બનાવના ભેદ ન ઉકેલાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

Next Story