/connect-gujarat/media/media_files/2024/11/02/NHc7qp8aYW53G5ukhyhA.jpg)
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાઇક ચાલક સામસામે ટકરાતાં ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સીમળી અને સેગવા ચોકડી વચ્ચે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડભોઇના વણાદરાથી શિનોરના સીમળી ગામે પોતાની સાસરીમાં જમાઈ આવતા હતા, તે દરમિયાન તેઓની સાથે 3 બાળકો પણ સવાર હતા.
આ સાથે સામેથી આવતા 2 શ્રમિક કે, જેઓ મોટા ફોફળિયા ગામથી શિનોર તરફથી સેગવા તરફ જતા હતા, જેમાંથી એક પુરુષનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં મૃતક મૂળ વણાદરાના હોવાનું સામે આવ્યું છે.
જેમાં 30 વર્ષીય જમાઈ વસાવા દિનેશ અને તેમની પુત્રી અંદાજિત 8 વર્ષની દીકરીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમા કુલ 3 લોકોના મોત નિપજતા શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.