Connect Gujarat
વડોદરા 

વડોદરાવાસીઓ માટે જીવાદોરી સમાન આજવા સરોવરના જળનું પૂજન કરાયું, પાલિકાના સત્તાધીશો રહ્યા ઉપસ્થિત...

વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર પર વર્ષોની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

સમગ્ર વર્ષ દરમિયાન વડોદરાવાસીઓને પાણીની અછતનો કોઈ સામનો ન કરવો પડે તે હેતુસર વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર પર વર્ષોની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ભગવાન સત્યનારાયણ કથામાં યજમાનપદે વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા સાથે વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગાર યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથા અને આરતી બાદ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ આજવા સરોવરના જળનું પૂજન કર્યું હતું. આ તબક્કે પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત કોર્પોરેટરોએ આજવાના 62 દરવાજાની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વડોદરાના ડેપ્યુટી મેયર નંદા જોશી, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, શાસક પક્ષના દંડક સહિતના કોર્પોરેટરો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story