Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 1,355 લાભાર્થીઓને રૂ. 247 કરોડના સહાય લાભો એનાયત કરાયા…

વડોદરા શહેરી વિસ્તારના ૧૨મા ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું મંત્રી અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરાયું

X

વડોદરા શહેરી વિસ્તારના ૧૨મા ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું મંત્રી અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરાયું.

વડોદરાના સયાજી નગર ગૃહમાં ૧૨મો ગરીબ કલ્યાણ મેળાનો યોજાયો હતો.જેમાં ખાસ મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયુષ્માન કાર્ડ, પીએમજય, કસ્તુરબા પોષણ સહાય,જનની સુરક્ષા, એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા આવાસ ફાળવણી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મફત તબીબી સહાય,નિરાધાર વૃદ્ધ અને વિધવા સહાય, સ્વરોજગારીના સાધનો, દરજીકામ, ભરતકામ,અથાણાં ઉત્પાદન જેવા વ્યવસાયો માટે યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૧,૩૫૫ લાભાર્થીઓને વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળ રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભો આપવામાં આવી રહ્યા છે

આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ,ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા ,સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, પાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી,પૂર્વ મંત્રી,પૂર્વ નિગમ અધ્યક્ષ,પૂર્વ મેયર, મ્યુનિસીપલ કમિશનર શાલિની અગ્રવાલ, વમપા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Story