વડોદરા : રાયપુરા ગામે લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, ચૂંટણી કાર્યમાં વ્યસ્ત તંત્ર દોડતું થયું

વડોદરા નજીક આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી.

New Update
વડોદરા : રાયપુરા ગામે લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, ચૂંટણી કાર્યમાં વ્યસ્ત તંત્ર દોડતું થયું

વડોદરા નજીક આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી. મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના પગલે ચૂંટણીમાં વ્યસ્ત તંત્ર વધુ એક વખત દોડતું થયું છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ રાયપુરામાં આયોજિત લગ્નપ્રસંગમાં જમણવાર બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે મોટાભાગના અસરગ્રસ્તોને પ્રથમ સ્થાનિક PHC સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તમામને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જોકે, 108 એમ્બ્યુલન્સમાં પેશન્ટને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તમામ પેશન્ટ જાગૃત અવસ્થામાં છે. આ ઘટનામાં 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો અસરગ્રસ્ત થયા છે. તો બીજી તરફ ફૂડ પોઈઝનિંગની અસર થયાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અતુલ ગોર ગોત્રી મેડિકલ કોલેજમાં દોડી આવ્યા હતા. રાયપુરા ગામ ડભોઇ વિધાનસભા વિસ્તારમાં આવેલું છે, ત્યારે બનાવના પગલે આ વિસ્તારમાંથી ધારાસભ્ય અને વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટા પણ આવી પહોંચ્યા હતા. 

Advertisment