વડોદરા: ઈલોરા પાર્કના સરકારી આવાસના એક ફ્લેટમાં આગ લાગતા દિવ્યાંગ વ્યક્તિએ જીવ ગુમાવ્યો

વડોદરાના ઈલોરા પાર્કના સરકારી આવાસના એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી, સર્જાયેલી ઘટનામાં ફ્લેટમાં રહેતા દિવ્યાંગ આડેધ વયની વ્યક્તિ બહાર ન નીકળી શકતા કરુણ મોતને ભેટ્યા હતા. 

New Update

ઈલોરા પાર્કના ફ્લેટમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત

સરકારી આવાસના ફ્લેટમાં લાગી આગ

ફ્લેટના ત્રીજા માળે આગ લગતા રવીન્દ્ર શર્માનું થયું મોત

રવિન્દ્ર શર્મા દિવ્યાંગ હોવાથી બહાર ન નીકળી શક્યા

ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી મૃતદેહ બહાર કાઢ્યો

વડોદરાના ઈલોરા પાર્કના સરકારી આવાસના એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી, સર્જાયેલી ઘટનામાં ફ્લેટમાં રહેતા દિવ્યાંગ આડેધ વયની વ્યક્તિ બહાર ન નીકળી શકતા કરુણ મોતને ભેટ્યા હતા. 
વડોદરાના ઈલોરા પાર્કમાં આવેલ સરકારી આવાસના ફ્લેટમાં ત્રીજા માળે રહેતા રવિન્દ્ર શર્માના ઘરમાં અચાનક આગ લાગી હતી,અને સ્થાનિક લોકોએ ધૂમાડો નીકળતા જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી,જોકે ઘરમાં આગની ઘટનામાં ફસાયેલા રવિન્દ્ર શર્મા દિવ્યાંગ હોવાના કારણે સુરક્ષિત રીતે ઘરની બહાર નીકળી શક્યા નહોતા.અને કરૂણ મોતને ભેટ્યા હતા,ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી આવીને ફ્લેટમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો,અને આગ પર કાબુ મેળવ્યો હતો,ત્યાર બાદ આગમાં મોતને ભેટનાર રવિન્દ્ર શર્માના મૃતદેહને બહાર કાઢ્યો હતો,અને પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.ફ્લેટમાં ક્યા કારણોસર આગ લાગી તે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Latest Stories