Connect Gujarat
વડોદરા 

વડોદરા : દુકાન અને બિલ્ડીંગમાં ફાટી નીકળી આગ, બબ્બે આગના બનાવથી લોકોમાં ફફડાટ...

કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ શોર્ટ સર્કિટના કારણે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના જૂના પાદરા રોડ પરની દુકાન સહિત અન્ય 2 સ્થળોએ આગના બનાવ બન્યા હતા.

X

કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ શોર્ટ સર્કિટના કારણે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના જૂના પાદરા રોડ પરની દુકાન સહિત અન્ય 2 સ્થળોએ આગના બનાવ બન્યા હતા. જોકે આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર મનીષા ચોકડી નજીક આવેલ અનમોલ પ્લાઝામાં ખમણની દુકાનમાં આગ ફાટી નીકળી હતી, જ્યારે ચકલી સર્કલ પાસે આવેલ લેન્ડમાર્ક બિલ્ડીંગના ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી હતી. 5 મિનિટના સમયગાળામાં 2 સ્થળોએ લાગેલી આગ લાગવાના બનાવના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ બન્ને આગના બનાવો પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ છેલ્લા 2 દિવસથી વધી ગયેલી અસહ્ય ગરમીના કારણે ઈલેક્ટ્રીક વાયરો ઓગળી જતા હોવાથી શોર્ટ સરકીટથી આગ લાગવાનું અનુમાન છે.

Next Story