વડોદરા: માણેજામાં વેગન આર કારમાં ભીષણ આગ લાગી,કાર ચાલક મહિલાનો આબાદ બચાવ

વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

New Update
  • માણેજામાં કારમાં લાગી આગ

  • વેગન આર કારમાં લાગી ભીષણ આગ

  • કાર ચાલક મહિલાનો આબાદ બચાવ

  • ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ

  • આગમાં કાર બળીને ખાક થઇ 

વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

વડોદરામાં માણેજા વિસ્તારમાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.એક મહિલા કાર ચલાવી રહી હતી,દરમિયાન તેને કારમાં ધુમાડો જોતા કારને સાઈડમાં ઉભી રાખી કારની બહાર નીકળી ગઈ હતી,અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી.થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વેગન આર  કાર બળીને ખાક થઈ ગઈ હતી. બનાવવાની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.પરંતુ કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.જોકે કાર ચાલક મહિલાનો આબાદ બચાવ થયો હતો.

Latest Stories