Connect Gujarat
વડોદરા 

વડોદરા : એમ.એસ.યુનિ.માં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિનીને નડ્યો અકસ્માત, 1 કલાક બાદ પહોચતા સંચાલકોએ પરીક્ષામાં ન બેસવા દીધી...

એમ.એસ.યુનિવર્સિટીની હમેશા કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીના સંચાલકોની મનમાની સામે આવી છે.

X

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની હમેશા કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીના સંચાલકોની મનમાની સામે આવી છે. પરીક્ષા આપવા જતી એક વિદ્યાર્થિનીને માર્ગમાં અકસ્માત નડતાં તે સારવાર કરાવી 1 કલાક બાદ ફેકલ્ટી ખાતે પહોચી હતી. જોકે, વિધાર્થીનીને પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં કોમર્સ ફેકલ્ટીમાં ટી.વાય. બીકોમની ફાઇનલ વર્ષની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે બનાવમાં આજે યુનિવર્સિટીને શરમાઈ જાય તેવી ઘટના બની હતી. હિતાક્ષી વૈદ્ય નામની ટી.વાય. બીકોમમાં અભ્યાસ કરતી વિધાર્થીની પરીક્ષા આપવા પોતાના ઘરેથી નીકળી હતી. તે દરમ્યાન મનીષા ચોકડી નજીક હિતાક્ષીના ટુ-વ્હીલર પાસે અચાનક કૂતરું આવી જતાં તેનો અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે હિતાક્ષીને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જોકે, હિતાક્ષીએ તાત્કાલિક પોતાની સારવાર કરાવીને પગેથી ચલાય તેવી પરિસ્થિતિમાં પણ પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ પર પહોંચી હતી. પરંતુ કમનસીબે કોમર્સના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવામાં ન આવી હતી.

એક તરફ સરકાર "બેટી બચાવો, બેટી પઢાવો" સૂત્રનો ઉપયોગ કરી દેશ-વિદેશમાં વાહવાહિ મેળવી રહી છે, ત્યારે આજે યુનિવર્સિટી સત્તાધીશો આ સૂત્રનો અનાદર કરતા જોવા મળ્યા હતા. વિધાર્થીની 1 કલાક મોડી આવતા પરીક્ષામાં ન બેસવા દેવાઈ ત્યારે બીજી બાજુ 800 વિદ્યાર્થીઓને કોપી કેશમાં નિર્દોષ પણ છોડવામાં આવ્યા હતા. સાથે જ આ યુનિટનો એક સમયે એવો હતો કે, વિદ્યાર્થીને એકસાથે 11 વિષયમાં પણ પાસ કરી દેવામાં આવ્યા છે, તો આ તો ખાલી ઇજાગ્રસ્ત વિધાર્થીનીને પરીક્ષામાં બેસવા માટેનો વિષય હતો.

સમગ્ર મામલે કોમર્સ ફેકલ્ટીના વાઇસ ડીન કલ્પેશ શાહ દ્વારા પરીક્ષાના નિયમો મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કલ્પેશ શાહે જણાવ્યુ હતું કે, 30 મિનિટ બાદ કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તેવો નિયમ બનાવી અને રજૂ કરી તેઓએ પોતાનો અને ડીનનો લૂલો બચાવ કર્યો હતો.

Next Story