વડોદરા : 4 ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની ફરતો મુંબઇનો યુવક એરપોર્ટ પરથી ઝડપાયો..!

વડોદરા એરપોર્ટ પર પાઇલટ તરીકે ઓળખ આપી પ્રવેશવાનો પ્રયત્ન કરનાર મુંબઈના 20 વર્ષના રક્ષિત માંગેલાને CISFA ઝડપી પોલીસને સોંપ્યો હતો.

વડોદરા : 4 ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની ફરતો મુંબઇનો યુવક એરપોર્ટ પરથી ઝડપાયો..!
New Update

પોતે પાયલોટ હોવાની બડાશ મારી અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી પાયલોટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે ફોટા મોકલી યુવતીઓને ઈમ્પ્રેસ કરનાર મુંબઈના 20 વર્ષીય રક્ષિત માંગેલાની વડોદરા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી.

વડોદરા એરપોર્ટ પર પાઇલટ તરીકે ઓળખ આપી પ્રવેશવાનો પ્રયત્ન કરનાર મુંબઈના 20 વર્ષના રક્ષિત માંગેલાને CISFA ઝડપી પોલીસને સોંપ્યો હતો. યુવાન આઇબીની વોચમાં રહેશે તેમ જાણવા મળ્યું હતું. આઈબીએ તેનો ફોન વોચમાં મુક્યો હતો. આઇબીએ યુવકની સ્ત્રી મિત્રો, પરિચિતો તેમજ તેના મોબાઇલમાં રહેલા સંપર્ક પર ફોન કરી તપાસ કરી તેણે કહેલા લોકેશન વેરીફાઈ કર્યાં હતા. તો બીજી તરફ, વડોદરા એરપોર્ટ ડાયરેક્ટરે આવી ઘટના ફરી ન બને તે માટે યુનિફોર્મ હોય તેમની પણ તપાસ કરવા સહિતના સૂચનો સિક્યુરિટીને આપ્યા છે. હરણી પોલીસે જણાવ્યા મુજબ, યુવકને તેની માતાએ મોટો કર્યો છે. તેના પિતા વર્ષો અગાઉ છોડીને જતાં રહ્યા હતા. વડોદરા આવેલી તેની માતાએ પોલીસને રડતાં રડતાં પુત્ર નિર્દોષ હોવાનું કહ્યું હતું. મુંબઈના વિલે પાર્લેમાં રક્ષિત માંગેલ અમદાવાદમાં રહેતી તેની જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરવાનો હતો તેમ પોલીસે કહ્યું હતું. જોકે, ઘટના અંગે યુવતીને પણ પોલીસ દ્વારા જાણ કરાઈ હતી. જોકે, એજન્સીઓ દ્વારા યુવકની પૂછપરછ કરાતા તે અસલી પાયલોટ બનવાની ઘેલછામાં યુવક નકલી પાયલોટ બન્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ત્યારબાદ નકલી પાયલોટ બનેલા મુંબઈના 20 વર્ષીય રક્ષિત માંગેલાને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

#girlfriend #pilot #Young man #Fake Pilot #BeyondJustNews #Mumbai #Connect Gujarat #Gujarat #Vadodara
Here are a few more articles:
Read the Next Article