વડોદરા: ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ગાડીમાં સૂઈ ગયો પછી ઉઠ્યો જ નહી..!

ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા

New Update
વડોદરા: ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ગાડીમાં સૂઈ ગયો પછી ઉઠ્યો જ નહી..!

વડોદરાના ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા

વડોદરાના ગોત્રી રોડ ઉપર ગોધરાના શખસનો કારમાંથી મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. ગોકુલ પાર્ટી પ્લોટ પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યો છે. જે શખસનું મરણ થયું તે ઉત્તરાયણના પર્વને લઈ વડોદરામાં ખરીદી કરવા માટે આવ્યો હતો, પરંતુ તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તે કારમાં જઈને સૂઈ ગયો હતો. એ બાદ સવારે વોક પર નીકળેલી સ્થાનિક વ્યક્તિની કાર પર નજર પડતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘટનાને લઈ સ્થાનિક વ્યક્તિએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી. તો બીજી તરફ પોલીસને પણ જાણ થતાં ઘટના પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, મૃતક ગોધરા ખાનગી હોસ્પિટલમાં કર્મચારી તરીકે નોકરી હતો ઉત્તરાયણનું પર્વ હોવાથી યુવક ખરીદી કરવા માટે વડોદરા આવ્યો હતો, જ્યાં તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં ઈકો ગાડીમાં પાછળની સીટ પર જઈને સૂઈ ગયો હતો. જ્યાંથી પસાર થતા સ્થાનિક યુવકની નજર ગાડી પર પડતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ બનાવમાં તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ ગોધરાની હોવાનું સામે આવ્યું છે અને તેની ઉંમર 47 વર્ષની છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ મોત અંગેનું સાચું કારણ જાણી શકાશે. હાલ તો ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે...