/connect-gujarat/media/post_banners/07283cbfb12d3403015f74b79c80eea10b13ed86f211981d933777d037621769.jpg)
સંસ્કારી નગરી વડોદરાના આદ્યસ્થાપક સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની સાર- સંભાળ લેવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને કલાનગરી તરીકેની ઓળખ અપાવી છે.પરંતુ પાલિકાના સત્તાધીશો મહારાજાએ આપેલી અમૂલ્ય ધરોહરની જાળવણી કરવાનું ચુકી ગયા હોય તેમ લાગી રહ્યું છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની કાળાઘોડા સ્થિત પ્રતિમા તંત્રની બેદરકારીની વાસ્તવિકતા છતી કરતી હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
'કાલાઘોડા' એક વિસ્તાર તરીકે જનજનમાં જાણીતો છે. આ સ્થળે આઠ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર ઊભેલી અશ્વ પર સવાર મહારાજા સયાજીરાવના શાહી અંદાજને બયાન કરતી પ્રતિમા પણ મુકવામાં આવી છે. 11મી માર્ચના રોજ સર સયાજીરાવની જન્મજયંતિ છે. પરંતુ કાલાઘોડા સ્થિત આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પર લીલ બાઝી ગઇ છે અને ઠેર ઠેરથી કલર પણ ઉખડી ગયો છે. સમયાંતરે પ્રતિમાઓની સાફસફાઈના બણગાં કોર્પોરેશને ફુંકી રહી છે પણ કાલાઘોડા ખાતેની પ્રતિમા કઇ અલગ જ વાસ્તવિકતા બતાવી રહી છે.