/connect-gujarat/media/post_banners/6182d3ff07ec18d8359dd25a6752c548324ca684379e608766112c99eaba70e7.jpg)
વડોદરા શહેરના સાવલી પોલીસ મથકના પીએસઆઇ લાંચ લેતા રંગે હાથ ઝડપાય જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના સાવલી પોલીસ મથકના પીએસઆઇ ACBના છટકામાં આવી જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સાવલી પોલીસ દ્વારા દારૂ ભરેલ વાહન પકડાયા બાદ ગાડીના જુના અને મૂળ માલિક સુધી મામલો પહોંચતા, પતાવટ પેટે સાવલી પીએસઆઇ ડી.એમ.વાસદીયા દ્વારા રૂપિયા 35 હજારની લાંચ માંગવામાં આવી હતી. જોકે, આ પહેલા રૂપિયા 20 હજાર મેળવતા સાવલી પીએસઆઇ ડી.એમ.વાસદીયા ACBની ટ્રેપમાં રંગે હાથ ઝડપાય ગયા હતા, ત્યારે હાલ તો લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા સાવલી પીએઆઈ ડી.એમ.વાસદીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.