Connect Gujarat
વડોદરા 

વડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના આક્ષેપ, પોલીસ કમિશ્નરને પાઠવાયું આવેદનપત્ર

પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરમાં લોકહિતની અને જનહિતની કામગીરી કરી રહી છે.

X

પોલીસ પ્રશાસન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓને ખોટી રીતે પરેશાન કરી રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કાયદોનું સન્માન જાળવવા રજૂઆત કરી હતી.

આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરમાં લોકહિતની અને જનહિતની કામગીરી કરી રહી છે. સત્તાધારી પક્ષના ખોટા કામોનો શાંતિપૂર્ણ વિરોધ કરવો એ નૈતિક જવાબદારી છે . પરંતુ અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પદાધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. જેની સામે પોલીસ ફરિયાદ કર્યા પછી પણ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જો આવી ઘટના યથાવત રહેશે તો આ શહેરમાં કાયદો વ્યવસ્થા ખોરવાવાની સાથે પ્રજાને પોલીસ પ્રશાસન પરથી વિશ્વાસ ઉઠી જશે. જેથી યોગ્ય તકેદારી રાખી હુમલાઓ અટકાવવા અમારી માંગણી છે. અત્રે નોંધનીય છે કે , આ દરમિયાન મુખ્યમંત્રી ગૃહ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ અણછાજતા શબ્દોનો પ્રયોગ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Next Story