/connect-gujarat/media/post_banners/53a6049dd8e54a915426a8727d0b95d6b1051f5604b2f5bf8a114ebfc6329d6f.jpg)
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસની મિલીભગતથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તે કડવી પણ સત્ય વાત છે. હવે બુટલેગરો પણ વિડીયો બનાવી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલ ખોલી રહયાં છે.
વડોદરામાં રહેતાં દર્શન પંચાલ નામના એક બુટલેગરનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. રાજય સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ભલે દાવા કરતાં હોય કે દારૂબંધીના કાયદાનો કડકાઇથી અમલ કરાવી રહયાં છે પણ તેમણે પણ આ વિડીયો એક વખત જરૂરથી જોવા જોઇએ. આ વિડીયો વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારનો હોવાનું તથા તેમાં દેખાતો યુવાન દર્શન પંચાલ હોવાનું જણાયું છે.
સોશિયલ મિડીયામાં વિડીયો વાયુવેગે વાયરલ થતાં પોલીસ પણ એકશનમાં આવી છે. પોલીસે દર્શન પંચાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, વાયરલ વિડીયોમાં દેખાઇ રહેલાં યુવાનની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે રાવપુરા પોલીસ સામે કરેલાં આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે.