વડોદરા: મૂર્છિત ચેકર્ડ સ્નેકને CPR આપીને પ્રાણ પૂરતા સાહસિક જીવદયા પ્રેમી

વડોદરામાં એક જીવદયા પ્રેમીના સાહસને લોકો બિરદાવી રહ્યા છે,એક સાપ કે જે મૂર્છિત અવસ્થામાં હતો,તે સાપને CPR આપીને તેમાં જીવદયાપ્રેમીએ પ્રાણ ફૂંક્યા હતા.

New Update

વડોદરામાં મૂર્છિત સાપનું કરાયું રેસ્ક્યુ 

જીવદયાપ્રેમીએ સાપને આપ્યો CPR 

CPR થી સાપમાં પ્રાણ પૂર્યા 

ત્રીજા પ્રયત્ને સાપમાં જોવા મળી હલચલ 

જીવદયાપ્રેમીનાં સાહસને બિરદાવતા લોકો   

વડોદરામાં એક જીવદયા પ્રેમીના સાહસને લોકો બિરદાવી રહ્યા છે,એક સાપ કે જે મૂર્છિત અવસ્થામાં હતો,તે સાપને CPR આપીને તેમાં જીવદયાપ્રેમીએ પ્રાણ ફૂંક્યા હતા.
વડોદરામાં મૂર્છિત સાપને CPR મળતા તેનામાં પ્રાણ ફૂંકાયાની ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે માણસને CPR આપીને જીવ બચાવવામાં આવ્યો હોવાની ઘટનાઓથી આપણે પરિચિત છીએ.ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં સાપના રેસ્ક્યૂનો કોલ મળતા જીવદયાપ્રેમી સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં પુખ્તવયનો બિનઝેરી ચેકર્ડ સ્નેક મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો. સાપ જીવી જશે તેવો રેસ્ક્યૂઅરને વિશ્વાસ આવતા તેમણે ત્રણ વખત કાળજીપૂર્વક સાપને CPR આપ્યો હતો.જેમાં ત્રીજા પ્રયત્ને સફળતા મળી હતી.અને સાપમાં સળવળાટ જોવા મળ્યો હતો.CPR આપી સાપનો જીવ બચાવ્યો હોવાની જવલ્લે જ બનતી ઘટના તાજેતરમાં સપાટી પર આવવા પામી હતી.જેને લઇને જીવદયાપ્રેમીના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે. 
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.