વડોદરા : મેયરના નામે મેસેજ કરી ભેજાબાજે માંગી રૂ. 50 હજારની મદદ, આસિ. મ્યુનિ. કમિશનર સાથે છેતરપિંડી..!

મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.

New Update
વડોદરા : મેયરના નામે મેસેજ કરી ભેજાબાજે માંગી રૂ. 50 હજારની મદદ, આસિ. મ્યુનિ. કમિશનર સાથે છેતરપિંડી..!

વડોદરાના મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ રૂપિયા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વડોદરાના મેયર કેયુર રોકડિયાના ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજે અજાણ્યા નંબર પરથી પાલિકાના હોદ્દેદારોને તેમજ અધિકારીઓને મેસેજ કર્યા હતા. જેમાં અંગ્રેજીમાં હું એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં છું, જેમાં મર્યાદિત ફોન કોલ્સ લઈ શકું છું. તમે મારા માટે તાત્કાલિક કંઈ કરો, તેમ જણાવ્યું હતું. મેયરના ફોટા સાથેનો મેસેજ જોઈ હોદ્દેદારો અને વેપારીઓએ જવાબ આપ્યો હતો. જે બાદ ભેજાબાજે ઓનલાઈન એપ્લિકેશન મારફતે નાણાં માગ્યાં હતાં. જેમાં આસિ. મ્યુ. કમિ. જિજ્ઞેશ ગોહિલે તુરંત જ 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તો બીજી તરફ અન્ય હોદ્દેદારે પણ 100-100 રૂપિયા મોકલી ટેસ્ટિંગ કર્યું હતું. આ અંગેની જાણ થતાં મેયરે સાઇબર એક્સપર્ટનું ધ્યાન દોર્યું હતું, જ્યારે નાણાં મોકલનાર અધિકારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ ભેજાબાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે પોલીસને જાણ થતાં ભેજાબાજે પ્રોફાઇલ પીકચરમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો ફોટો લગાવી દીધો છે, ત્યારે વડોદરાના મેયર કેયૂર રોકડિયાએ સુરતના મ્યુનિસિપલ કમિશનરને પણ ફોન કરીને તમારી સાથે પણ છેતરપિંડી ન થાય તે અંગે ધ્યાન દોર્યું હતું.

Latest Stories