-
ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
-
આંતરરાજ્ય ત્રિચી ગેંગ ઝડપાઇ
-
ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરતી હતી ગેંગ
-
ક્રાઈમ બ્રાન્ચે તમિલનાડુના 12 શખ્સોની કરી ધરપકડ
-
25 ગુન્હાનો ભેદ ઉકેલાયો,10 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે,પોલીસે ગિલોલથી કારનો કાચ તોડીને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ત્રિચી ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે,અને રૂપિયા 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, શિરડી, પુણે, નાસિક સહિતના રાજ્યોમાં ગિલોલથી કારના કાચ તોડીને ચોરીને અંજામ આપતી ત્રિચી ગેંગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજવા રોડ ખાતેથી 12 શખ્સોની ધરપકડ કરી હતી.ત્રિચી ગેંગ દ્વારા ગિલોલથી કારનો કાચ તોડીને કારમાંથી લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ, રોકડા સહિતની ચીજ વસ્તુઓની ચોરીને અંજામ આપવામાં આવતો હતો.પોલીસે મૂળ તામિલનાડુના આરોપી જગન બાલા સુબ્રમણ્યમ સેરવે, ઉદયકુમાર સેરવે, હરીશ મુથુરાજ, વિજ્ઞેશ્વર સેરવે, કિરણકુમાર સેરવે,સેલ્વકુમાર સેરવે, અગિલન સેરવે,ઐયપન સેરવે, ગોવર્ધન સેરવે, વેંકટેશ કોર્ચા, સેન્દીલ સેરવે, મોહન સેરવેની ધરપકડ કરી હતી.જેમાં જગન બાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનો લીડર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.આંતરરાજ્ય ચોરીને અંજામ આપતા આરોપીઓની ધરપકડ સાથે પોલીસે 25 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.જ્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તમિલનાડુના રામજીનગર ગામમાં રહેતા આરોપીઓની ત્રીજી પેઢી છે,જે ચોરીના ગુનામાં સામેલ થઈ છે.