વડોદરા : ડભોઇ રોડ ઉપર ડોલ્ફીન એસ્ટટના 4 ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

ડભોઇ રોડ પર આવેલ ડોલ્ફીન એસ્ટટમાં લાગી આગ, 4 ગોડાઉનમાં ભીષણ આગ લગતા લોકોમાં નાસભાગ

વડોદરા : ડભોઇ રોડ ઉપર ડોલ્ફીન એસ્ટટના 4 ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
New Update

વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે આવેલી ઝેનીથ સ્કૂલની નજીક ડોલ્ફીન એસ્ટેટ સ્થિત 4 ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે, ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 4 જેટલા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના 40 જવાનો આગને કાબૂમાં લેવાની કામગીરીમાં જોડાયા હતા. જેમાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. બનાવના પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચતા પોલીસે સલામતીના ભાગરૂપે ટોળાને વિખેર્યા હતા. તે સાથે જ વીજ કંપનીની ટીમ આવી પહોંચી હતી, અને સાવચેતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કર્યો હતો.

આ બનાવમાં કોઇ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ, આગ લાગતાં ગોડાઉન સ્થિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તો બીજી તરફ, ફટાકડાના કારણે અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

#Dolphin Estate #BeyondJustNews #Connect Gujarat #Dabhoi #Gujarat #Vadodara #fire fighters #Fierce fire
Here are a few more articles:
Read the Next Article