વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં ફૂટબોલ ટુર્નામેન્ટ દરમ્યાન થઈ છુટ્ટા હાથની મારમારી, વિડિયો વાઇરલ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઈ રહેલી ફોર્ટીટ્યૂડ સિઝન-8 ફૂટબોલ સેમિફાઇનલ ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓ અને અસામાજિક તત્વો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી.

New Update
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં ફૂટબોલ ટુર્નામેન્ટ દરમ્યાન થઈ છુટ્ટા હાથની મારમારી, વિડિયો વાઇરલ

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઈ રહેલી ફોર્ટીટ્યૂડ સિઝન-8 ફૂટબોલ સેમિફાઇનલ ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓ અને અસામાજિક તત્વો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી.

મળતી માહિતી અનુસાર, એમ.એસ. યુનિવર્સિટીમાં ફોર્ટીટ્યૂડ સિઝન-8 ફૂટબોલની ચાલી રહેલી ટુર્નામેન્ટમાં ગત રવિવારે સેમીફાઇનલ ટુર્નામેન્ટ રમાઈ હતી. એક ટીમ દ્વારા 2 ગોલ કરી દીધાં હતા. તે સામે હરીફ ટીમે પણ એક ગોલ કરી દીધો હતો. અને બીજો ગોલ કરવા તરફ ટીમનો ખેલાડી ગોલ કિપર તરફ આગળ ધપી રહ્યો હતો. તે સમયે 2 ગોલ કરી જીતની આશા રાખનાર ટીમના ખેલાડીએ ગોલકિપર તરફ આગળ ધપી રહેલા ખેલાડીને ધક્કો મારી પાડી નાખતાં મામલો બિચક્યો હતો, અને જોતજોતામાં ફૂટબોલનું મેદાન સમરાગણમાં ફેરવાઇ ગયું હતું।

જોકે, મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિજિલન્સ ટીમ પહોંચી હતી. પરંતુ, એક ટીમના સમર્થક અસામાજિક તત્વોએ બિલ્ડીંગ ખાતે પોતાના હાથમાં જે મારક વસ્તુઓ હાથ લાગી તેનાથી ફૂટબોલના ખેલાડીઓને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ ઘટના અંગે યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા આદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે. બનાવની જાણ થતાં જ સયાજીગંજ અને ફતેગંજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, હાલ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

Latest Stories