/connect-gujarat/media/post_banners/9ef5c1028c18b88b927507da76c2f8561ccd33d1e027e67257f87a9a1818e615.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઈને પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયા જેટલો અંદાજિત ઘટાડો થયો છે. જેથી આમ નાગરિકો માટે આ રાહતના સમાચાર છે.
કારમી મોંઘવારીથી પીડાતા શહેરીજનો માટે ભાવ ધટાડો રાહતની વાત જરૂર કહી શકાય તેમ છે. તેવામાં ગતરોજ સુધીમાં પટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 104.74 રૂપિયા હતો, જ્યારે ડીઝલનો પ્રતિ લિટરે ભાવ 96.09 રૂપિયા હતો. જોકે, હવે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં કેન્દ્ર સરકારે ઘટાડો કરતાં હાલ વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 96.09 રૂપિયા, જ્યારે ડિઝલનો પ્રતિ લિટરે ભાવ 91.8 રૂપિયા થતાં આ ભાવ ઘટાડાને લઈને નાગરિકોએ ખુશી વ્યક્ત કરી હતી. તો વળી આ ભાવ ઘટાડાથી ખુશ થયેલા સિનિયરે સિટીઝનોએ તેમના જમાના જેટલો ભાવ ઘટે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.