Connect Gujarat

વડોદરા : હરિધામ સોખડામાં હરિભકતોનું મહેરામણ, શિસ્તબધ્ધ રીતે આપી રહયાં છે શ્રધ્ધાંજલિ

હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.

X

પુજય હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને સોખડાના હરિધામ ખાતે રાખવામાં આવ્યો છે અને દેશભરમાંથી હરિભકતો તેમના પ્રિય સ્વામીના અંતિમ દર્શન માટે આવી રહયાં છે. ગુરૂવારના રોજ દેશના અન્ય રાજયોમાં રહેતાં અનુયાયીઓ સ્વામીજીને શ્રધ્ધાંજલિ આપવા માટે આવ્યાં હતાં.

હરિધામ સોખડાના અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે. હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં માત્ર હરિભક્તો જ દેખાય છે. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના છેલ્લી વાર દર્શન કરવા હરિભક્તોનો ધસારો જોવા મળી રહયો છે. કોરોનાની ગાઇડલાઇનના પાલનની સાથે શિસ્તબધ્ધ રીતે હરિભકતો સ્વામીજીના અંતિમ દર્શન કરી રહયાં છે.

અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ મંદિરના મહંતને પત્ર લખી સ્વામીજીના અવસાન પર ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. ગુરૂવારના રોજ દેશના અન્ય રાજયોમાંથી આવેલાં અનુયાયીઓએ હરિપ્રસાદ સ્વામીને અંજલિ અર્પી હતી.

Next Story
Share it