વડોદરા : કરજણના કલા શરીફ ખાતે આરોગ્ય તેમજ રક્તદાન શિબિર યોજાય, અનેક લાભાર્થીઓએ લાભ લીધો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..

New Update
વડોદરા : કરજણના કલા શરીફ ખાતે આરોગ્ય તેમજ રક્તદાન શિબિર યોજાય, અનેક લાભાર્થીઓએ લાભ લીધો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, જલારામ બ્લડ બેંક, આયુશ બ્લડ બેંક, એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 35મી રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિર યોજાય હતી. આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. અંદાજિત 600 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી. 560 બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. જે 4 બ્લડ બેન્કોને અર્પણ કરવામાં આવશે. આ સાથે જ આરોગ્ય કેમ્પમાં વિવિધ રોગોના 234 દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય એક લીગલ ક્લિનિક કાર્યક્રમ પણ યોજાયો હતો. સાંપ્રત મોંઘવારીના યુગમાં વધી રહેલા ઘરેલુ ઝઘડાઓ તેમજ અન્ય ઝઘડાઓ કોર્ટ સુધી પહોંચતા ગરીબ વર્ગના લોકોને ખર્ચ વધી જતો હોય છે. એવા નાના મોટા-ઝઘડાઓનું કલા શરીફ ખાતે નિવૃત્ત વકીલો દ્વારા બન્ને પક્ષો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવવા સમજાવી ઝઘડાઈનું નિરાકરણ લાવી કોર્ટના ખર્ચામાંથી બચાવવા સંસ્થા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા, મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા, ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસ અમદાવાદી, સેક્રેટરી બશીર પટેલ, ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો, ફૈઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો-યુવતીઓ સહિત મોટી સાંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.