વડોદરા: માવઠાના કારણે ફળોના રાજા કેરીનો ભાવ આસમાને,જુઓ શું કહી રહ્યા છે વેપારીઓ

જેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.

New Update
વડોદરા: માવઠાના કારણે ફળોના રાજા કેરીનો ભાવ આસમાને,જુઓ શું કહી રહ્યા છે વેપારીઓ

તાઉતે વાવાઝોડાને પગલે માવઠાની મોકાણ સાથે કુદરતી આપત્તિ જારી રહી હતી . જેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હોલસેલ ફુટ માર્કેટમાં રોજની ૩૦ ટ્રક ભરીને કેરીઓ આવતી હતી . હાલમાં માત્ર ૩ ટ્રક ભરીને કેરીઓ આવે છે.

વડોદરા શહેરના સયાજીપુરા હોલસેલ માર્કેટ - ખંડેરાવ માર્કેટ સહિત શહેરના વેપારીઓ કેરળથી તોતાપુરી , લાલબાગ , ગોલા , પાયરી , હાફુસ અને દેશી કેરી વિપુલ જથ્થામાં મગાવે છે આ પ્રમાણે મહારાષ્ટ્રના રત્નાગીરીથી હાફુસ , કેસર , પાયરી , દક્ષિણ ભારતના હૈદરાબાદ - વિજયવાડાથી બદામ અને તોતાપુરી , સૌરાષ્ટ્રથી કેસર , ઉત્તર પ્રદેશથી લંગડો , દશેરી , ચોરસા તેમજ ગુજરાતના વલસાડથી કેસર , લંગડો તોતાપુરી , રાજાપુરી , દાડમિયા કેરી મગાવે છે . ગત વર્ષે બદામનો ૧ કિલોનો ભાવ રૂ .૫૫ થી ૬૦ હતો . જે આ વર્ષે રૂ .૧૧૦ છે . સૌથી મોંઘી કેરી રત્નાગીરી હાફુસ છે . જે કિલોના હિસાબે નહિં પરંતુ ડઝનના હિસાબે વેચાય છે .

ગત વર્ષે જે કેરી રૂ .૧૫૦૦ ના ભાવે ૩ થી ૪ ડઝન મળતી હતી એ કેરી આ વર્ષે ફળની સાઇઝ અને ક્વોલિટી મુજબ રૂ .૨૫૦૦ થી ૪૦૦૦ ના ભાવે મળે છે . કેરળની હાફુસ ગતવર્ષે રૂ .૧૦૦ થી ૧૨૦ ના ભાવે ૧ કિલો મળતી હતી . જેનો ભાવ આ વર્ષે રૂ .૨૦૦ ની આસપાસ રમે છે . છૂટક માર્કેટમાં હાલમાં બદામ રૂ .૧૨૦ થી ૧૮૦ , કેસર રૂ .૨૫૦ થી ૪૦૦ , રત્નાગીરી હાફુસ રૂ .૨૫૦ થી ૪૦૦ , લાલબાગ રૂ .૧૨૦ થી ૨૦૦ , પાયરી રૂ .૨૦૦ થી ૩૦૦ ના ભાવે ફળની સાઇ ઝ - ક્વોલિટી પ્રમાણે વેચાય છે . કેરીની સિઝન શરૂ થયા પછી તમામ પ્રકારની કેરીના ભાવ ઘટવાની ગણતરી સેવાઇ રહી છે.કાચી કેરીને પરાળમાં રાખી પકાવવામાં વધુ દિવસો વિતી જાય છે , જેને બદલે છેલ્લા દાયકાથી ચાઇનાથી આવતી કાર્બાઇડ યુક્ત પડીકીથી કેરી પકવવામાં આવે છે . તદુપરાંત કેરી પકવવા માટે એ.સી. હીટ એન્ડ ચિલ્ડ ચેમ્બરનો ઉપયોગ પણ કરાય છે . 

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.