Connect Gujarat
વડોદરા 

વડોદરા: માંજલપુર વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માર માર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે.

X

વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે. લાંબા સમયથી પત્ની પોતાના માતા-પિતા સાથે રહેતી હતી અને હાલ તે પુત્ર સાથે સાસુને મળવા આવી હતી. તે દરમિયાન જ પતિએ માર મારતા સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકમાં પહોંચ્યો હતો. આ બનાવને લઇ પીડિતાના પિયરમાં જાણ કરતા તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં તેમને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ભાજપના વોર્ડ-17 અને 18ના કાઉન્સિલરો પાર્થ પટેલને બચાવવા પહોંચી ગયા હતા. જેમાં કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ), જશવંતસિંહ સોલંકી પહોંચતા પીડિતાના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરાયા હતા કે, ‘આ પોલીસની ખુરશી પર બેસી તેઓ પાર્થ પટેલને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે.’ મામલો જ્યારે પોલીસ મથક પહોંચ્યો ત્યારે શહેરના દંડક, સ્થાનિક કોર્પોરેટર સહિતના લોકો દોડી ગયા હતા. અને આ મામલે સ્થિતીનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો બીજી તરફ મહિલાએ મીડિયા સામે તેના પતિ સામે સત્તાના મદમાં છકી ગયો હોય તેવા આરોપો મુક્યા હતા.

Next Story