વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામ ખાતે ગ્રામજનો દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે બાળકો, વડીલો સહિત મોટી સંખ્યામાં નવયુવાઓએ 5 કિલોમીટર લાંબી મેરેથોન દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કરજણ તાલુકાના મિયાગામ ખાતે મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણ તાલુકાના મિયાગામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી મેરીથોન દોડ યોજાય છે. જેમાં દર વર્ષે સમગ્ર ગામના બાળકો, વડીલો સહિત મોટી સંખ્યામાં નવયુવાઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. જોકે, 5 કિલોમીટર લાંબી મેરેથોન દોડમાં ભાગ લેનાર ગામના યુવાન-બાળકોને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવે છે, ત્યારે રવિવારના રોજ યોજાયેલ મેરેથોન દોડમાં 1થી 3 નંબર આવનારને નિવૃત આર્મીમેન, પોલીસકર્મી સહિત ગ્રામજનોના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.