Connect Gujarat
વડોદરા 

વડોદરા : દેવી-દેવતાના ફોટાને લઈ ફરી વિવાદમાં આવી એમ.એસ.યુનિવર્સિટી, જાણો સમગ્ર મામલો..!

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી દેવી-દેવતાના ફોટાને લઈને ફરી વિવાદમાં આવી છે.

X

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી દેવી-દેવતાના ફોટાને લઈને ફરી વિવાદમાં આવી છે. જેમાં દેવી-દેવતાઓના ફોટા પર દુષ્કર્મના પેપર કટિંગના વિડીયો અને ફોટા વાયરલ થતાં જેણે પણ આ કૃત્ય કર્યું છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ ઉઠી છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં આવતીકાલથી પિક્ચર ગેલરીનું ઓપન એક્સિબિશન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ગત સાંજે દેવી-દેવતાઓના ફોટા પર દુષ્કર્મના પેપર કટિંગના વિડીયો અને ફોટા વાયરલ થયા હતા. જે મામલે સીન્ડીકેટ મેમ્બર હસમુખ વાઘેલા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, કે કાયમ ફાઈન આર્ટસ ફેકલ્ટી દેવી-દેવતાઓને જ કેમ ટાર્ગેટ કરે છે, સાથે જ આ વાતની જાણ થતાં ડીન પોથવાલ દ્વારા ફોટો ઊતારી લેવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે સીન્ડીકેટ મેમ્બર સાથે વકીલ ભાવિન વ્યાસ અને નિરજ જૈન તેમજ ABVPના કાર્યકરો પણ ફેકલ્ટી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો. ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા જ્યાં પિક્ચર્સ હતા, તે ક્લાસને વિદ્યાર્થીઓ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આવો જ વિવાદ 15 વર્ષ પહેલાં થયો હતો, અને અહીંના ડીન અને પ્રોફેસરને સસ્પેન્સ કર્યા હતા, ત્યારે 15 વર્ષ બાદ આવો જ માહોલ ફરી જોવા મળ્યો છે. ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી તમામ સંગઠન અને સીન્ડીકેટ મેમ્બરની માંગ છે.

Next Story