Connect Gujarat
વડોદરા 

વડોદરા : હવે, દૂષિત પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગમાં લેવાશે, એમ.એસ.યુનિવર્સિટીએ કરી બતાવ્યુ સંશોધન

દૂષિત પાણીને શુદ્ધ કરવા અને પુનઃ ઉપયોગમાં લેવા અંગે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી દ્વારા એક અનોખુ સંશોધન કરવામાં આવ્યું છે.

X

દૂષિત પાણીને શુદ્ધ કરવા અને પુનઃ ઉપયોગમાં લેવા અંગે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી દ્વારા એક અનોખુ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં પોલિમર મેમ્બ્રેન શીટનો ઉપયોગ કરીને દૂષિત પાણીનું 92% શુદ્ધિકરણ કરવા માટે ખાસ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ પીવાના પાણીની સમસ્યામાં વધારો થતો હોય છે. વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કંટ્રોલ રૂમમાં છેલ્લા 5 દિવસમાં 417 જેટલી પીવાના દૂષિત પાણી માટેની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જોકે, આવા સંજોગોમાં દૂષિત પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો આ સમસ્યાનો મહદઅંશે હલ આવી શકે છે, ત્યારે પાણી બચાવો, જીવન બચાવો"ના સૂત્રને સાર્થક કરવા એમ.એસ.યુનિવર્સિટીના ડીન ડો. સી.એન.મુર્તિએ દૂષિત પાણીની સમસ્યા અંગે એક સંશોધન કર્યું છે. જેમાં દૂષિત પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે.

ડો. સી.એન.મુર્તિએ પોલિમર મેમ્બ્રેન શીટનો ઉપયોગ કરીને દૂષિત પાણીનું 92% શુદ્ધ કરી બતાવ્યુ છે, જ્યારે છેલ્લા 4 વર્ષના સતત સંશોધન બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિકિતાએ આ પ્રોજેક્ટમાં સફળતા હાંસલ કરી છે, ત્યારે દૂષિત પાણીને શુદ્ધ કરવા અને પુનઃ ઉપયોગમાં લેવા અંગેના આ સંશોધનને સૌકોઈએ બિરદાવ્યું છે.

Next Story