વડોદરા: અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદન મુદ્દે NSUI દ્વારા કરાયો વિરોધ

વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.

New Update
Advertisment
  • ગૃહમંત્રીના નિવેદનનો મામલો

  • કોંગ્રેસ અને NSUI દ્વારા કરાયો વિરોધ

  • એમ.એસ.યુનિવર્સિટી પાસે કર્યા સુત્રોચ્ચાર

  • અમિત શાહના રાજીનામાની કરાઈ માંગ

  • પોલીસે વિરોધ પ્રદર્શન કારોની કરી અટકાયત  

Advertisment

સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર અંગે કરેલા નિવેદન મુદ્દે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. જે અંતર્ગત વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી મેઈન બિલ્ડીગ ખાતે NSUIએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને અમિત શાહ માફી માંગો અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. અને મુખ્ય રોડ પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી સયાજીગંજ પોલીસે સ્થળ પર પહોંચીને NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી.

Latest Stories