/connect-gujarat/media/post_banners/b5f3f25eeaf25432fdf5db79003eecb4aecb88bc60e3ff9e8c5adcc6611502bc.jpg)
અમદાવાદ માં પેપર કપ પર પ્રતિબંધ બાદ વડોદરામાં પણ અધિકારીઓએ પેપર કપના ઉપયોગકર્તાઓ પર દરોડા પાડ્યા પરંતુ જાહેરનામા વગર પેપર કપ મામલે કાર્યવાહી કરતા પાલિકાને ફસાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં પેપર કપ પ્રતિબંધ લાદવામાં આવતા જ અચાનક વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓએ ચાની લારીઓ પર ઉપયોગમાં લેવામાં આવતા 60 કિલોથી વધુ પેપરકપ કબજે કર્યા હતા અને દંડનીય કાર્યવાહી કરતા 20 હજારથી વધુનો દંડ પણ ઉઘરાવ્યો હતો.પરંતુ વડોદરામાં પેપર કપ પ્રતિબંધ છે કે કેમ?અને જાહેરનામું પાલિકાએ બહાર પાડ્યું છે?તેવા સવાલ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને કરતા તેઓએ કબુલાત કરી હતી કે વડોદરામાં પેપર કપ પર પ્રતિબંધનું કોઈ જાહેરનામું બહાર જ પડ્યું નથી અને કાર્યવાહીના આદેશ આપ્યા નથી.જે અધિકારીઓએ દંડનીય કાર્યવાહી કરી હશે અને પેપર કપ કબજે કર્યાનું જણાશે તો તેમને પેપર કપ પરત આપવામા આવશે.
તો સમગ્ર મામલે વિપક્ષ ના નેતા અમી રાવતનું કહેવું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને સભામાં આ મામલે રજુઆત કરીશું કે કોના કહેવા પર અધિકારીઓએ દરોડા પાડ્યા કે પછી પાલિકાના કર્મીઓ ભ્રષ્ટાચાર કરવા માટે દરોડા પાડ્યા?