New Update
/connect-gujarat/media/post_banners/9705a053395fda32feeba0c70392192bba0776909a96025e298789d02224e617.jpg)
વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં આજે સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક જ સ્થળે સરકાર ની વિવિધ યોજનાઓ પુરી પાડવામાં આવી હતી.
"સરકાર આપના દ્વારે" શીર્ષક હેઠળ શરૂ કરવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમના આઠમા તબક્કામાં આજે વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આવકના દાખલા આધાર કાર્ડ,આયુષ્યમાન કાર્ડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહાનગરપાલિકા ના ડેપ્યુટી મેયર નંદાબેન જોષી સહિત ભાજપના નગરસેવકો અને પાલિકાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.