વડોદરા: કોર્પોરેશનના વોર્ડ 7ની કચેરી સામેના વિસ્તારમાં જ દૂષિત પાણી મળતા સ્થાનિકો પરેશાન

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ યુક્ત અને ડહોળું પાણી મળવાના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

New Update

વડોદરા કોર્પોરેશનમાં દીવા તળે અંધારુ

વોર્ડ 7ની કચેરી પાસેના માળી મોલમાં પીવાના પાણીની સમસ્યા

છેલ્લા 15 દિવસથી નાગરિકો દુષિત પાણી પી રહ્યા હોવાના આક્ષેપો

દૂષિત પાણીથી બાળકો થઈ રહ્યા છે બીમાર  

સ્થાનિકો રજુઆત કરવા જતા જ ખડકી દેવાયો પોલીસ બંદોબસ્ત

ઓફિસમાંથી અધિકારીઓ પણ થઈ ગયા ગાયબ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ યુક્ત અને ડહોળું પાણી મળવાના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામે આવેલ માળી મોલ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ યુક્ત દુષિત પાણી સ્થાનિક રહીશોને મળી રહ્યું છે.જે અંગેની સ્થાનિક લોકો કોર્પોરેશનના વોર્ડ 7ની કચેરી ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા,પરંતુ અધિકારીઓ પણ ઓફિસ છોડીને ભાગી ગયા હોવાના આક્ષેપ રજૂઆત કરવા આવેલા સ્થાનિક લોકોએ કર્યા હતા.વધુમાં દુષિત પાણી માટે કાઉન્સિલર તેમજ અધિકારીઓ ને રજૂઆતો કરી છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને જવાબદાર કાઉન્સિલર અને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે. દૂષિત પાણીને પગલે લોકોમાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે,જ્યારે બાળકો પણ બીમાર પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિકો જ્યારે વોર્ડ 7ની ઓફિસમાં રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.
Latest Stories