Connect Gujarat
વડોદરા 

વડોદરા : તંત્રની ઘોર બેદરકારી, અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ગાયબ થયેલા ઢાંકણા અને તૂટી ગયેલી રેલીંગ અકસ્માતનું બનશે કારણ

શહેરના અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ઠેર-ઠેર ગાયબ થયેલા ઢાંકણા અને તુટી ગયેલી રેલીંગ ગમે તે ઘડિયે રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે તેમ છે.

X

વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વિભાગની નિષ્કાળજી છાશવારે પ્રકાશમાં આવે છે.શહેરના અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ઠેર-ઠેર ગાયબ થયેલા ઢાંકણા અને તુટી ગયેલી રેલીંગ ગમે તે ઘડિયે રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે તેમ છે.

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા સરકાર કટિબદ્ધ છે ત્યારે સ્માર્ટ સિટી બનાવવાની જેની જવાબદારી છે એવા અધિકારી બિનકાર્યક્ષમ સાબિત થઈ રહ્યા છે. શહેરના અકોટા-દાંડિયાબજાર રોડનો સમાવેશ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યો છે. શહેરમાં છ માર્ગીય રોડ હોય એવા જૂજ માર્ગો છે અને એ જૂજ રોડ પૈકી એક માર્ગ અકોટા-દાંડિયાબજાર રોડ છે. આ રોડ પર અંદાજે ત્રીસ કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ સ્માર્ટ રોડ પર ગંદકીના ઢગલા જોવા મળે છે. બીજી તરફ સોલાર પેનલ નીચે ફુટપાથ પર ગટરના ઢાંકણા ગાયબ છે.દાંડિયાબજાર જંકશનથી શરૂ થતાં રોડ પર શનિદેવ મંદિરથી આગળ જતાં ફુટપાથ પર ગટરના ઢાંકણા ઉંચા થઈ ગયા છે.. જ્યારે સોલાર પેનલ નીચે લગાવેલી સ્ટેનલેશ સ્ટીલની રેલીંગ પણ નીકળી ગઈ છે. રેલીંગ ગમે તે ઘડીએ રોડ પર ઢળી પડે એમ છે. અહીં મહત્વનું એ છે કે ચોમાસું માથે છે ત્યારે આવી ઘોર બેદરકારી કોઈ નિર્દોષ નો ભોગ લઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના ત્યારે આવી ઘોર બેદરકારી કેટલી યોગ્ય છે ? શું કોઈ દુર્ઘટના બાદ તંત્ર જાગશે ? આવા અનેક સવાલોના જવાબ તંત્રએ આપવા પડશે.

ત્યારે આ અંગે મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યુ હતું કે શહેરમાં ગટરના ઢાંકણા ચીરી થવાના બનાવો વધી રહ્યા છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને લઈ સીટી એન્જિનિયર સાથે વાત કરી છે. આવા બનાવો સામે ચોરી કરનાર સામે ફરિયાદ નોંધાવવાની સૂચના પણ આપી છે. પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરી છે.

Next Story