વડોદરા : ચોરંદા ગામે જોશી ફળિયામાં તસ્કરોનો હાથફેરો, ઘરની બહાર સૂતો હતો પરિવાર...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામના જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું.

New Update
વડોદરા : ચોરંદા ગામે જોશી ફળિયામાં તસ્કરોનો હાથફેરો, ઘરની બહાર સૂતો હતો પરિવાર...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામના જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી લાખોના મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, કરજણ તાલુકાના ચોરંદા ગામમાં આવેલા જોશી ફળિયામાં રહેતા પ્રકાશ જોશીના મકાનના દરવાજાને તાળું મારી ઘર બહાર નિદ્રા માણી રહેલા પરિવારજનોએ ચાવીને ઓશિકા નીચે મૂકી હતી. તે દરમ્યાન તસ્કરોએ ઓશિકા નીચેથી ચાવી સેરવી લઈ તાળું ખોલી ઘરમાં પ્રવેશી કબાટ તેમજ બેડમાં રહેલા સોના-ચાંદીના દાગીના આશરે 20થી 22 તોલા તેમજ 7 હજાર રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પરિવારજનો જ્યારે સવારે નિદ્રામાંથી ઉઠ્યા, ત્યારે ઘરમાં વસ્તુઓ વેરવિખેર પડેલી જોતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે મકાન માલિકે પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.