વડોદરા : વાઘોડિયા બ્રિજ પર ચાર વાહનો વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત

ઇકો કાર,બે કન્ટેનર ટ્રક અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આમ ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા,સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનરમાં ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાયા હતા

New Update
Advertisment
  • વાઘોડિયા બ્રિજ પર સર્જાયો વિચિત્ર અકસ્માત 

  • ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

  • કન્ટેનરમાં ડ્રાઈવર ક્લીનર ફસાયા 

  • ફાયર બ્રિગેડ દ્વારા કરાયું રેસ્ક્યુ 

  • ઘટનામાં મોટી જાનહાની ટળી 

Advertisment

વડોદરાના વાઘોડિયા બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. ઈકો કારબે કન્ટેનર ટ્રક અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં કન્ટેનરના ચાલક ક્લીનર કેબિનમાં ફસાયા હતા.તેમનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વડોદરાના વાઘોડિયા બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના સર્જાઈ હતી,જેમાં બ્રિજ પરથી પસાર થતી ઇકો કાર,બે કન્ટેનર ટ્રક અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આમ ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા,સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનરમાં ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાયા હતા.ઘટના અંગેની જાણ પાણી ગેટ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો,અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.

અને કન્ટેનરની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર કલીનરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા,અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તેમજ રોડ પરથી અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત વાહનો હટાવવામાં આવ્યા હતા.જયારે કપુરાઇ પોલીસ અને ટ્રાફિક પોલીસે પણ સર્જાયેલા ટ્રાફિકજામને હળવો કરવા માટેના પ્રયત્નો કર્યા હતા.

Latest Stories