/connect-gujarat/media/post_banners/e6447621a2a5f33283d65201c5e6cdcd295544629ce899b9bb22c529b0e38a8b.jpg)
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર વિશ્વામિત્રી નદીમાં 3થી વધુ મગરોના મોઢામાં એક મૃતદેહ ફસાયેલો જોવા મળ્યો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હજારોની સંખ્યામાં મગરો વસવાટ કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોએ કોઇ દિવસ મનુષ્યનો શિકાર કર્યો નથી. પરંતુ જવવેલ જ જોવા મળતો એક વિડીયો આજે વાઇરલ થયો હતો
યુવકનો મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની વચ્ચે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મગરે યુવકના મૃતદેહને પોતાના જબડામાં દબાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વધુમાં વાત કરીયે તો ગત રવિવારે મોડી સાંજે શહેરના ભીમનાથ બ્રીજ પરથી કોઇ અજાણી વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી હતી. જેની આજે વહેલી સવારે ભીમનાથ બ્રીજથી અંદાજે અડધો કિલોમીટર દૂર વિશ્વામિત્રી નદી કિનારે આવેલ સંત કબીર નગર પાસે મગરોની વચ્ચો વચ એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.
જેથી સ્થાનિકો દ્વારા સયાજીગંજ પોલીસ અને ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જોકે 3થી વધુ મગરો વચ્ચે ઘેરાયેલા યુવકના મૃતદેહને એક મગરે પોતાના જબડામાં દબાવી લીધો હતો.આ દરમિયાન ફાયર બ્રિગેડના લાશ્કરો અને પોલીસ જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ભારે જહેમત બાદ મગરોના ટોળાને દૂર કરી ફાયર બ્રિગેડના લાશ્કરોએ ડીકમ્પોઝ થઇ ગયેલા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવક કોણ છે અને તેને કયા કારણોસર મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.