Connect Gujarat
વડોદરા 

વડોદરા : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલ્વેનો અનોખો અભિગમ, રેલ્વે સ્ટેશને શરૂ કરાયા મંડળી સ્ટોલ...

પશ્ચિમ રેલ્વે, વડોદરાએ અપનાવ્યો અનોખો અભિગમ સ્થાનિક ઉત્પાદન અને કારીગરોને મળશે વધુ પ્રોત્સાહન રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ મંડળીઓના સ્ટોલ શરૂ કરાયા

X

સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને કારીગરોના કલ્યાણ માટે પશ્ચિમ રેલ્વે ડિવિઝન, વડોદરા દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદનનો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ મંડળીઓના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં રેલ્વે બોર્ડ હસ્તકના રેલ્વે સ્ટેશન પૈકી 5 હજાર રેલ્વે સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે, ત્યારે વડોદરા રેલ્વે ડિવિઝન દ્વારા સ્થાનિક કારીગરોના કલ્યાણ માટે ત્રીજા તબક્કામાં એક સ્ટેશન એક ઉત્પાદન યોજનાને વધુ વેગ આપવામાં આવ્યો છે. જેમાં 15 જેટલા રેલ્વે સ્ટેશનથી પસંદગી કરવામાં આવી છે.

હાલ વડોદરા અને વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન સહિત વિવિધ રેલ્વે સ્ટેશનમાં એક સ્ટેશન એક ઉત્પાદનના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. જે સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે તે સ્ટોલ એવી મંડળીને આપવામાં આવે છે. જે એમ.એસ.એમ.ઈ.માં અથવા તો સરકારમાં મંડળી રજીસ્ટર કરાવી હોય, ત્યારે હાલમાં વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર 15-15 દિવસ માટે અલગ-અલગ મંડળીઓને સ્ટોલ આપવામાં આવી રહ્યા છે. જેનું 1 હજાર રૂપિયા જેટલુ નજીવું ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે. તદુપરાંત રેલ્વે સત્તાધીશો દ્વારા સ્ટોલ ધારકોને લાઈટની સુવિધા પણ નિ:શુલ્ક આપવામાં આવે છે, જેના થકી મંડળીના માથે લાઈટ બિલનું ભારણ રહેતું નથી.

Next Story