Connect Gujarat
વડોદરા 

વડોદરા : કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે 169 ઉમેદવારોને રોજગારી પત્રો એનાયત કરાયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી.

X

રોજગાર મેળાની સાતમી કડી અંતર્ગત વડોદરા શહેરના FGI સભાગૃહ ખાતે કેન્દ્રિય મત્સ્ય ઉદ્યોગ અને કૃષિ રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં રોજગારી પત્ર વિતરણ સમારોહ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી. જે અંતર્ગત વડોદરા શહેરના FGI સભાગૃહ ખાતે રોજગારી પત્રો વિતરણ સમારોહ યોજાયો હતો. વડોદરામાં યોજાયેલ સાતમા રોજગાર મેળાનું કેન્દ્રિય મત્સ્ય ઉદ્યોગ અને કૃષિ રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવોએ દીપ પ્રકટાવીને પ્રારંભ કરાવ્યો હતો. રોજગાર મેળાની સાતમી કડીમાં ભારત સરકાર હેઠળ જુનિયર એન્જિનિયર્સ, લોકો પાઇલટ્સ, ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, આવકવેરા નિરીક્ષક, શિક્ષક, નર્સ, ડૉક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, MTS, અન્યો વચ્ચે વિવિધ હોદ્દા અને પોસ્ટ પર યુવાઓને રોજગારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં સરકારી વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ એન્ડ કસ્ટમમાં 99, પોસ્ટમાં 3,ભારતીય ખાદ્ય નિગમમાં 2, ભારત સરકારની નાણાકીય સેવા આપતી બેંકો SBIમાં 10, BOIમાં 4, LICમાં 50 મળી કુલ 169 ઉમેદવારોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોજગારી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં નિમણુંક પામેલ ઉમેદવારોને શુભેચ્છા સહ જણાવ્યું હતું કે, જે પદ પર કામ કરવા મળે તેમાં ખંત અને મહેનતથી રાષ્ટ્ર સેવા કરવી. ઉપરાંત લોકોની સેવા કરવા અને દેશને આગળ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. આ સમારોહમાં સાંસદ રંજન ભટ્ટ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડીયા, મનીષા વકીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story