વડોદરા : મ્યુનિ. કોર્પોરેશનની કચેરીમાં શુક્રવારી બજારના વેપારીઓનો અનોખો વિરોધ...

મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરી ખાતે શુક્રવારી બજાર લગાવી વેપારીઓનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

New Update
વડોદરા : મ્યુનિ. કોર્પોરેશનની કચેરીમાં શુક્રવારી બજારના વેપારીઓનો અનોખો વિરોધ...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરી ખાતે શુક્રવારી બજાર લગાવી વેપારીઓનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કોરોનાની આડમાં માત્ર શુક્રવારી બજારને જ ટાર્ગેટ કરાતો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો.

વડોદરામાં કોરોનાના કેસ વધતા કોર્પોરેશન દ્વારા શુક્રવારી બજાર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શુક્રવારી બજાર ભરાતા કોર્પોરેશને વેપારીઓના સામાન જપ્ત કરી બજાર બંધ કરાવ્યું હતું. પરિણામે રોષે ભરાયેલા વેપારીઓએ રોડ ઉપર બેસી કોર્પોરેશન વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા. બજારના વેપારીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કોર્પોરેશનની વડી કચેરી ખાતે શુક્રવારી બજાર લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

વીતેલા શુક્રવારે વેપારીઓ પોતાના માલસામાન સાથે આવ્યા હતા. પરંતુ બજાર લાગે તે પહેલા જ પાલિકાએ સખ્તાઇ વાપરતા ભારે હોબાળો મચ્યો હતો. તંત્ર માત્ર શુક્રવારી બજારને વારંવાર ટાર્ગેટ કરી રહ્યું હોય તેવા આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તંત્ર જો એક તરફી નિર્ણય લેશે તો આગામી દિવસોમાં પણ શુક્રવારી બજાર કોર્પોરેશનની કચેરીમાં જ ભરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Latest Stories