Connect Gujarat
વડોદરા 

વડોદરા : ભાડાની દુકાનમાં છુપાવી રાખેલા ડ્રગ્સના જથ્થા મામલે FSLના રિપોર્ટની જોવાતી રાહ..!

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું.

X

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. જેની કિંમત અંદાજે રૂ. 500 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. જોકે, હવે આ મામલે FSLના રિપોર્ટ બાદ નક્કી થશે કે તે કયું ડ્રગ્સ છે.

વડોદરાના સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરી 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી રૂા.478.65 કરોડનો જથ્થો ઝડપ્યો હતો. જે બાદ સયાજીગંજમાં શરૂ કરેલી દુકાનમાંથી મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ એટીએસ દ્વારા ઝડપી પડાયું હતું. જેની કિંમત અંદાજે રૂા.500 કરોડ અંદાજાઈ રહી છે. જોકે એફએસએલના રિપોર્ટ બાદ નક્કી થશે કે તે કયું ડ્રગ્સ છે. એટીએસની ટીમે સિંધરોટ ગામે દરોડો પાડી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ. 478.65 કરોડનું 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળ્યું હતું.

આ મામલે એટીએસે સૌમીલ પાઠક, શૈલેષ કટારિયા, વિનોદ નિજામા, મો.શફી દિવાન અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી. ત્યારબાદ 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી ભરત ચાવડાની કબૂલાતના આધારે એટીએસે સુભાનપુરા સમતા ચાર રસ્તા પાસે એક સરકારી કંપનીના કમ્પાઉન્ડની પાછળ કચરાપેટી પાસે સંતાડેલો રૂ. 8.85 કરોડનો 1,770 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને લઇને એટીએસે મંગળવારે પણ સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સની બંધ દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બે ડ્રમમાંથી 100 કિલો ડ્રગ્સ મળ્યું હતું. એટીએસ દ્વારા તેનું એફએસએલ દ્વારા પરીક્ષણ કરાવાશે. આરોપીઓ દ્વારા પાયલ કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રખાઈ હતી. ભરત ચાવડાના પુત્ર હર્ષ મારફતે મેફેડ્રોન ડ્રગ્સ ભરેલી થેલી સાગરીત અશોક પટેલને આપી હતી. જે જથ્થો સમતા ચાર રસ્તા પાસે અશોક પટેલે છુપાવ્યો હતો. સિંધરોટમાં રેડ પડી છે, તેવી ખબર પડતાં ભરત ચાવડાએ જથ્થો છુપાવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે.

Next Story