/connect-gujarat/media/post_banners/717b414c654ec33ad470182513ef7b7e0ea60ed520581288e7a899a1ef79f510.jpg)
વડોદરા શહેરના આજવા રોડ ચામુંડા નગરના રહીશોએ કોર્પોરેશનની વોર્ડ કચેરી ચાર ખાતે માટલા ફોડી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. આમ, ચોમાસાની ઋતુ દરમિયાન પણ સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો કકડાટ જોવા મળ્યો છે.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ચામુંડા નગર 2ના રહીશોનો મોરચો આજે કોર્પોરેશનની વોર્ડ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડયા હતા અને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને મળે છે તો દૂષિત મળે છે. જેના કારણે 500 રૂપિયા પ્રતિ ટેન્કર પાણી ખરીદી બે વર્ષથી જીવન ગુજારો કરવો પડે છે. અગાઉ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર ઘોર નીંદરમાં હોય તેમ લાગી રહ્યું છે, સવારે ઊઠે બેડા લઈને પાણી ભરવા નીકળવું પડે છે. આવી પરિસ્થિતિ વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે. આમ ભારે આક્રમકતા સાથે અધિકારીઓને અપશબ્દો બોલી માટલાના ટુકડા અધિકારીઓના ટેબલ પર મુક્યા હતા.