Connect Gujarat
ગુજરાત

વાગરા : ૭૦ જેટલા પરપ્રાંતીય સુધી મદદ પહોંચાડતું વહીવટી તંત્ર

વાગરા : ૭૦ જેટલા પરપ્રાંતીય સુધી મદદ પહોંચાડતું વહીવટી તંત્ર
X

કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌથી વધુ લોકડાઉનની અસર મજુરીયાત વર્ગને અને તેમાંય ખાસ કરીને દેશના ભિન્ન રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગાર અર્થે આવેલા લોકોને વધુ થવા પામી છે. આવી સમસ્યાનો ભોગ ભરૂચ જિલ્લાના ઉદ્યોગ નગરીમાં કામ કરતા શ્રમિકો બનવા પામ્યા છે.

પોતાના રાજ્યોમાં પરત રવાના કરાવશે એવી આશા અને ઉમ્મીદના જોરે ૭૦ જેટલા

પરપ્રાંતિઓએ ૨૫થી ૧૦૦ કિમિ પગપાળા અંતર કાપી ભરૂચ જિલ્લાના વાડી, જોલવા, અંકલેશ્વર, દહેજ અને વડોદરાથી વાગરા આવી પહોંચ્યા હતા. જો કે આ અંગેની વાગરા મામલતદારને

જાણ થતા તેઓએ સારણ ગામના લાલાભાઈને તમામ પરપ્રાંતિયોની મદદ કરવા જણાવ્યુ હતુ. લોકડાઉનમાં

અટવાઈ ગયેલા રાજ્ય બહારના લોકોને રહેવાની અને ખાવાની વ્યવસ્થા ઈમ્તિયાઝ ઉર્ફ

લાલાભાઈ રાજે વિના સંકોચે કરી આપી. તો બીજી તરફ બિહાર,મધ્ય પ્રદેશ, ઝારખંડ,યુ.પી. આમ અલગ અલગ

રાજ્યના લોકો લોકડાઉનમાં ફસાઈ જતા તેઓના ઘરના સ્નેહીજન અને સગા સંબંધીઓ

ચિંતામાં મુકાઈ ગયા છે. વાગરા આવી પહોંચેલા રાજ્યબહારના શ્રમિકોએ નોકરી છોડી દેતા

રોજગારીનું આધાર પણ છીનવાઈ ગયું છે.

Next Story