Connect Gujarat
ગુજરાત

જાણો દર રવીવારે વધતી માં વૈષ્ણોદેવીની મૂર્તિનો મહિમા

જાણો દર રવીવારે વધતી માં વૈષ્ણોદેવીની મૂર્તિનો મહિમા
X

ગુજરાતનું એક માત્ર સ્વયં પ્રગટ મા વૈષ્ણોદેવીનું મંદિર નેત્રંગના કંબોડીયા ગામે

નવરાત્રી મા શક્તિની આરાધનાના પર્વને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માઇ ભક્તોએ પણ માંની ભક્તિમાં લીન બનવા તૈયારી આરંભી દીધી છે. ઠેર-ઠેર જિલ્લાભરમાં માતાજીના સ્થાપન,પૂજન-અર્ચનની તૈયારી શરૂ થવા સાથે માઇ મંદિરોને પણ શણગાર સજવાનો ઘમઘમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે અહીં આપણે વાત કરવી છે. એક એક એવા માઈ મંદિરની.જે ગુજરાતનું એક માત્ર સ્વયંભૂ મા વૈષ્ણોદેવી મંદીર છે. જયાં આજે પણ માતાજી હાજરાહજૂર રહી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે આવેલ આ મંદિરની એક આગવી ગાથા છે. જયાં નવા હાલના પૂજારી જયારે ૧૧ વર્ષના હતા ત્યારે તેમને સપનામાં માતાજીએ સંકેત આપ્યો કે હું અહીં છું.જેથી આ જગ્યાએ ખોદકામ કરાતું હતું. ત્યારે એક ગાય ત્યાં આવી અને તેના આંચળમાંથી દૂધની શેર છુટી. પછી અચાનક મા વૈષ્નોદેવીની મૂર્તિ સ્વયંભૂ બહાર નીકળી હતી. માતાજીના પ્રાગટ્ય બાદ જયાં ૩૦૦ ફૂટે પાણી નીકળતું હતું ત્યાં માત્ર ૭ ફૂટના ખોદાણ બાદ પાણી નીકળ્યું અને તે પણ ગરમ. મંદિરના ખોદકામ સમયે ત્રિકમ માતાજીના કાન પાસે વાગતા કાન પાસેથી જે લોહી વહ્યું હતું તે આજે પણ મૂર્તીના કાન પાછળથી નીકળતું જોવા મળે છે. જે માતાજી હજરા હૂર હોવાનો પૂરાવો આપે છે.

કંબોડીયા ગામ સ્થીત આ મંદિર માટે કહેવાય છે કે દર રવિવારે કતરાથી માં વૈષ્ણોદેવી સ્વયં પધારતા હોય આજે પણ અહીં સ્થાપિત મૂર્તિ દર રવિવારે જવના દાણા જેટલી વધે છે એટલુંજ નહીં પણ માતાજીને પરસેવો થતા પહેરાવેલ વાઘા આપો આપ ભીના થઇ જાય છે.

કનેકટ ગુજરાતે લીધેલી મંદિરના પુજારી ગોવિંદભાઇ ચૌધરીની મુલાકાત દરમિયાન તેમના જણાવ્યાનુસાર આ મંદિર પહેલા નાનુ ઝુપડી જેવું હતું. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતા તેમના સહકારથી હાલ આ મોટું મંદિર નિર્માણ પામ્યું છે.અહીં મતાજીની સ્વયંમ પ્રગટ મૂર્તિ છે.અહીં ખાસ વાત તો એ છે કે રોજ સવારે ૭ કલાકે માતાજીના મુખારવીંદ પર પરસેવો થાય છે અને ત્યારબાદજ તેમની આરતી કરવામાં આવે છે. પૂજારી કહેછે કે હું ૧૧ વર્ષનો હતો ત્યારથી જ માતાજીની સેવા કરૂં છું.મારા સપનામાં માતાજીએ તેમના હોવાનો એહસાસ કરાવતા આ વાત મેં મારા કુટુંબના સભ્યોને કરી હતી. દરમિયાન તે જગ્યાએ એક ગાય આવી ચઢી અને તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી હતી.બાદમાં ત્યાંથી માતાજીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી.જેથી તેમના મંદિરના નિર્માણ અર્થે કરાતા ખોદકામ દરમિયાન ૭ ફૂટે ગરમ પાણી પણ નીકળ્યું હતું. આ પાણી હાજર લોકો ઉપર પણ ઉડતા તેઓ દાઝી ગયા હતા અને પાણી માતાજીના કાન નજીક પડતા તેમાંથી લોહી વહ્યું હતું. જે આજે પણ નીકળે છે. પૂરા ભારતવર્ષમાં માં વૈષ્ણોદેવીના ત્રણ મંદિર આવેલા છે.તેમાં એક કતરા,બીજું હિમાચલપ્રદેશમાં કાલરાનું અને એક અહીંનું મંદિર છે. માઈ મંદિર અન્ય જગ્યાઓ ઉપર સ્થાપિત થયેલા હશે પણ સ્વયં પ્રાગય થયેલ આ ત્રણ જ મંદિરો છે.જયાં આજે પણ માતાજી સાક્ષાત બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

આ મંદિરની બીજી ખાસ વાત એ છે કે અહીં દર રવિવારે સવારે ૭ વાગ્યે અચૂક એક કોયલ આવે છે. જે મંદિરમાં આખો રાઉંન્ડ મારી માતાજીની મૂર્તી ઉપર જયાં લોહી વહે છે તે બાજુ ના છત્ર ઉપર જઈ માતાજીના છત્રને હલાવી જતી રહે છે. જે આજે પણ યથાવત છે. શ્રધ્ધાથી જો માનતા માનવામાં આવે તો માતાજી તેમના દરેક ભકતોની મનોકામના અચૂક પૂર્ણ કરેજ છે.

Next Story