/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Untitled-1-copy.JPG-8.jpg)
પશુપાલક પ્રકાશે વાલિયા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
વાલિયા તાલુકાના વાડીરોડ ઉપર ડમ્પર ચાલકે મુંગાપશુઓને અડફેટમાં લેતા બે ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં. જયારે અન્ય એક વારછડાને ગંભીર ઈજા પહોંચી હતી. તો અકસ્માત સર્જક ડમ્પર ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે પશુપાલકે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયાના વાડી ફળિયામાં પ્રકાશભાઈ ભીખાભાઈ વસાવા રહે છે. તેઓ પાળેલા મુંગાપશુઓ ગાય અને વાછરડા, બળદને લઈ વાલિયાના વાડી ફળિયાના નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતાં. તે સમય દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવતા ડમ્પર ચાલકે મુંગાપશુઓને અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બે ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં. જયારે અન્ય એક વાછરડાને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવના પગલે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પશુપાલક પ્રકાશભાઈ વસાવાએ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ડમ્પર મુકી ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.