Connect Gujarat
Featured

વલસાડ : તિથલ રોડ પર આવેલ જીઈબીના ટ્રાન્સફોમરમાં શોર્ટસર્કિટ થતાં લાગી આગ

વલસાડ : તિથલ રોડ પર આવેલ જીઈબીના ટ્રાન્સફોમરમાં શોર્ટસર્કિટ થતાં લાગી આગ
X

વલસાડના તિથલ રોડ પર જીઈબીના ટ્રાન્સફોમરમાં ધડાકાભેર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

વલસાડ કલેક્ટર બંગલોની સામે તિથલ રોડ ઉપર આવેલા જીબીના ટ્રાન્સફોમરમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. અચાનક લાગેલી આગને પગલે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પણ અને જીઈબીની ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટના કારણે લાગેલી આગથી આજુબાજુના વિસ્તારોમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. અને આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દહેશતનો માહોલ ફેલાયો હતો.

Next Story