-
ન.પા.વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ધીંગાણું
-
ભાજપ અને અપક્ષ કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ધીંગાણું
-
અપક્ષના ઉમેદવારને વોટ આપવાના મામલે હિંસક મારામારી
-
ભાજપના કાર્યકર્તાઓએ અપક્ષ કાર્યકર્તાના ઘરે જઈને કર્યું ધીંગાણું
-
બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું,પરંતુ પાલિકના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી,જોકે ચૂંટણી બાદ વોર્ડ નંબર 2માં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મતદાન બાબતે ખટપટ સર્જાય હતી,જેમાં અપક્ષ તરફના મતદારે અપક્ષ ઉમેદવારને વોટ આપતા મામલો બિચક્યો હતો,અને ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલના પિતા રાજેશ ઉર્ફે રાજુ મરચા અને તેમના પતિ રોહન પટેલ સહિતના કાર્યકર્તાઓના ટોળાએ અપક્ષ કાર્યકર્તા સ્મિત રાઠોડના ઘરે જઈને ધીંગાણું કર્યું હતું.સર્જાયેલી હિંસક મારામારીમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ સીટી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી,પોલીસ દ્વારા ઘટના સંદર્ભે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.