વલસાડ : ભાજપ દ્વારા યોજાયા ધરણા, રાહુલ ગાંધીએ રાફેલ મામલે કર્યો હતો ભ્રષ્ટાચારનો આક્ષેપ

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર રાફેલ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જો કે હવે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ક્લીનચિટ મળતા જ ભાજપ સંગઠન આક્રમક મૂડમાં આવ્યું છે. રાહુલ ગાંધી સાર્વજનિક માફી માંગે તેવી માંગ સાથે રાજ્યભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. સાથે જ ભાજપ એ કોંગ્રેસને ભ્રષ્ટાચારની ગંગોત્રી ગણાવી, કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રાહુલ ગાંધી માફી માગે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વલસાડ ખાતે જિલ્લા
ભાજપ દ્વારા ગાંધી પ્રતિમા સમક્ષ નમન કરી ધરણા પ્રદર્શન
યોજાયું હતું. જેમાં વલસાડના સાંસદ ડૉ કે.સી પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય કનુ દેસાઇ સહિત વલસાડ જિલ્લા ભાજપના
અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.