Connect Gujarat
ગુજરાત

વલસાડ : આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ, કલેકટરે ઘરમાં રહી કર્યા યોગા

વલસાડ : આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ, કલેકટરે ઘરમાં રહી કર્યા યોગા
X

ભારતીય સંસ્‍કૃતિની ઓળખ એવા યોગને વિશ્વએ સ્‍વીકાર કર્યો છે. તા.૨૧મી જૂનને વિશ્વ યોગદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં ફેલાયેલા કોરોના મહામારીમાં કોરોના સંક્રમણથી બચવા અને રોગ પ્રતિકારક શક્‍તિ વધારવા યોગ એક અસરકારક માધ્‍યમ છે. રાજ્‍ય સરકાર દ્વારા પણ કોરોના સામેની લડાઇ મજબૂત કરવા યોગ કરીશું કોરોનાને હરાવીશું અભિયાન થકી લોકોને યોગમાં જોડાવાનું આહવાન કરાયું છે. કોરોનાના સંક્રમણથી ઘરે રહી યોગ એટ હોમ, યોગ વીથ ફેમીલી પોતાના પરિવાર સાથે યોગ દિનની ઉજવણી કરી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલે પણ એટ હોમ યોગ કર્યા હતા.

જિલ્લામાં પણ અનેક લોકોએ ઘરે રહી પોતાના પરિવાર સાથે યોગ કર્યા હતા. વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગને સંલગ્ન ૮૦૪૦ પરિવારોના ૪૦૬૦૦ વ્‍યક્‍તિઓ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને સંલગ્ન હેઠળ પ૦૪૦ પરિવારોના ૨૨૦૯૯ વ્‍યક્‍તિઓ, કોલેજમાં અભ્‍યાસ કરતા ૧પ૪૦ વિદ્યાર્થીઓના પરિવારોના ૬૦પ૦ વ્‍યક્‍તિઓ, વિવેકાનંદ યુવક મંડળના ૪૦૩પ પરિવારોના ૧૯૮૦૦ વ્‍યક્‍તિઓ, પતંજલિ યોગ સમિતિના ૧૨૩૦ પરિવારોના ૪૦૬૦ વ્‍યક્‍તિઓ, વલસાડ રેલવે વિભાગના ૪૧ પરિવારોના ૨૧૦ વ્‍યક્‍તિઓ, પોલીસ વિભાગના પ૨૦ પરિવારોના ૧પ૪૦ વ્‍યક્‍તિઓ તેમજ નહેરુ યુવા કેન્‍દ્રને સંલગ્ન ૪૦૦ જેટલા પરિવારોના ૧૪૨૦ વ્‍યક્‍તિઓ મળી ૯૪૭૭૯ વ્‍યક્‍તિઓ યોગાભ્‍યાસમાં જોડાયા હતા.

Next Story