Connect Gujarat
ગુજરાત

વલસાડ : બજારમાં ખરીદી માટે આવતા લોકોએ એકબીજાથી 1 મીટરનું અંતર રાખવું, આવશ્યક ચીજવસ્તુઓ માટે સમય નિયત કરાયો

વલસાડ : બજારમાં ખરીદી માટે આવતા લોકોએ એકબીજાથી 1 મીટરનું અંતર રાખવું, આવશ્યક ચીજવસ્તુઓ માટે સમય નિયત કરાયો
X

વલસાડ જિલ્‍લા

વેપારી મંડળે જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ સાથે બેઠક યોજી કોરોના વાયરસના અનુસંધાને

સાવચેતીના પગલાં ભરવાના ભાગરૂપે ચર્ચા કરી હતી, ત્‍યારે કલેક્‍ટર

સી.આર.ખરસાણે અનાજ કરિયાણું, અન્‍ય આવશ્‍યક ચીજવસ્‍તુઓ

વિતરણ કરનાર વેપારીઓ સવારે ૯થી સાંજના ૪ વાગ્‍યા સુધી અને શાકભાજીના વેપારી તેમજ

છૂટક લારીઓ સવારે પથી બપોરના ૧ વાગ્યા સુધી તેમની દુકાન ખુલ્લી રાખવા અપીલ કરી

હતી.

કોરોના વાયરસના પગલે

લોકડાઉન દરમ્યાન બજારમાં ખરીદી કરનાર વ્‍યક્‍તિઓ એકબીજા સાથે ઓછામાં ઓછું એક

મીટરનું અંતર રાખી ઊભા રહીને ખરીદી કરે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા વિનંતી કરી હતી.

ગ્રાહકોએ પણ ખરીદી કરતા દરમ્યાન વધુ સંખ્‍યામાં એકઠા ન થાય અને એક મીટર અંતર જળવાય

તે માટે સહયોગ આપે તે વધુ આવશ્‍યક છે.

Next Story